Home arrow Inaugauration Central Office
Main Menu
Events
Inaugauration Central Office
Karyakarta Milan
Install. Ceremony President
Press Release
કારોબારી સભા પોરબંદર તા.૩-૧૦-૧૦
કારોબારી સભા નાગપુર તા.૨૯-૧-૧૧
કારોબારી સભા બરોદા તા.૮ -૫-૧૧
કારોબારી સભા મુંબઈ તા.૧૮-૯-૧૧
શિક્ષણ સહાય નિધી
Visitors Counter
mod_vvisit_countermod_vvisit_countermod_vvisit_countermod_vvisit_countermod_vvisit_countermod_vvisit_counter
mod_vvisit_counterToday22
mod_vvisit_counterYesterday52
mod_vvisit_counterAll56123
Inaugauration of Central Office of Shree Lohana Maha Parishad Print E-mail
Date:31st July 2010

Click On The Image To See Actual View
Post Your Comment To
This email address is being protected from spam bots, you need Javascript enabled to view it

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા અમદાવાદ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું સમાજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ ઉદ્દઘાટન

માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ નો મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન

કોઇ કવિએ કહ્યુ છે કે “મારું મનગમતું આખું આયખું લઇ લે ને, મને મનગમતી એક સાંજ દઇ દે”


     આવી જ એક સાંજની આપણે એક વાત કરવી છે. એટલે કે તા. ૩૧ જુલાઇ ૨૦૧૦ વિશ્વની ઐતિહાસિક ઘટનાઓમાં યાદગાર તવારીખ તરીકે, અમદાવાદના ફલક ઉપર સદાય અંકિત રહેશે… કારણ સમગ્ર વિશ્વના લોહાણાઓ (રઘુવંશી)ની સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની મધ્યસ્થ કાર્યાલયનો વિધિવત શુભારંભ… કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોકત વિધી મુજબ ધાર્મિક મંત્રોચારથી સમગ્ર વાતાવરણ પવિત્રમય અને ધાર્મિક રીતે હિન્દુ સંસ્કૃતિ મુજબ આજ રોજ સુપ્રિમકોર્ટના પૂર્વન્યાયમૂર્તિ નામદાર માનનીય જસ્ટીસશ્રી સી.કે.ઠક્કર સાહેબના વરદહસ્તે સમાજના તમાન અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક પૂજનવિધિ અને ત્યારબાદ ભગવાન ગણેશજીનું સ્થાપન કરીને કાર્યાલયને વિધિવત ખુલ્લુ મૂકવામાં આવ્યું… ત્યારબાદ કાર્યાલયના જુદા જુદા ખંડોનું વિધિવત ઉદ્દઘાટન સમાજના જુદા જુદા ક્ષેત્રના શ્રેષ્ઠીઓ/અગ્રણીઓના કરકમલો દ્વારા કરવામાં આવ્યું જે પૈકી ખંડ નં. ૧ માનનીય શ્રી નવિનચંદ્ર શ્રી રવાણીસાહેબ (પૂર્વ સંસદશ્રી) દ્વારા ખંડ નં. ૨ માનનીય જસ્ટીસ શ્રી એ.પી. રવાણીસાહેબ (પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ-રાજસ્થાન હાઇકોર્ટ) દ્વારા ખંડ ૩ માનનીય શ્રી ભગવાનજીભાઇ ચંદારાણા (પ્રમુખ શ્રી લોહાણા મહાજન વાડી ટ્રસ્ટ – અમદાવાદ) દ્વારા ખંડ ૪ માનનીય શ્રી ચંદ્રકાંતભાઇ મજીઠીયા (ટ્રસ્ટી શ્રી લોહાણા મહાજન વાડી ટ્રસ્ટ – અમદાવાદ) દ્વારા ખંડ નં. ૬ માનનીય શ્રી વિનોદભાઇ ડોસાણીસાહેબ (પૂર્વ ન્યાયમૂર્તિ શ્રી સ્મોલકોઝ કોર્ટ – અમદાવાદ) દ્વારા ખંડ નં. ૭ માનનીય શ્રી નેરશીભાઇ મીરાણી (મંત્રી શ્રી લોહાણા મહાપરિષદ) દ્વારા તથા ખંડ નં. ૮ માનનીય શ્રી રધુરામભાઇ ઠક્કર (પ્રમુખશ્રી કચ્છ વાગડ લોહાણા સમાજ) કરાયુ અને વિધિવત સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં કાર્યાલયને ખુલ્લુ મુકાયું… ઉપસ્થિતિ અગ્રણીઓ જલારામબાપાના જય ઘોષ સાથે ઉત્સાહભે – ઉમંગભેર આ શુભકાર્યમાં જોડાયા હતા.

 

     ત્યારબાદ પધારેલા આમંત્રિત મહાનુભાવો પૈકીના માનનીય શ્રી સી.કે ઠક્કર સાહેબે પ્રાસંગીક ઉદ્દબોધન કર્યુ હતું. માનનીય શ્રી નવિનચંદ્ર રવાણીસાહેબે પ્રસંગને અનુરૂપ દરેક સમાજને સંગઠ્ઠન દ્વારા વિકાસ સાધી શકાય છે તથા સંગઠ્ઠનની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે બદલાયેલા માહોલમાં અમદાવાદ ખાતે મધ્યસ્થ કાર્યાલય દ્વારા સમાજને મદદરૂપ થવાના શુભ હેતુ ને બિરદાવેલ… ત્યારબાદ માનનીય શ્રી એ.પી રવાણીસાહેબે કોર્ટની ભાષામાં માત્ર એક લીટીમાં જણાવ્યું કે જ્યારે નામદાર જજસાહેબ શ્રી સી.કે. ઠક્ક્રર સાહેબે પોતાનું વ્યકતવ્ય રજુ કરી તેમનું જજમેન્ટ આપેલ છે અને તે જજમેન્ટને અમે નીચલી કોર્ટના જજ શિરો માન્ય રાખી… આ શુભકાર્યની સમાજને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીએ છીએ.

 

     આ સમગ્ર ઉદ્દઘાટન સમારોહ પ્રસંગમાં ખૂબ જ વરસાદ હોવા છતાં પણ ગુજરાતના સમાજ અગ્રણીઓ/શ્રેષ્ઠીઓ સમયસર ઉપસ્થિત રહ્યા હતા… જેમાનાં શ્રી નેરશીભાઇ નેણસીભાઇ મીરાણી (મંત્રી લોહાણા મહાપરિષદ), શ્રી ભગવાનજીભાઇ ચંદારાણા (પ્રમુખ શ્રી લોહાણા મહાજન વાડી ટ્રસ્ટ – અમદાવાદ), શ્રી હિંમતભાઇ કોટક (ઇસ્કોન ગ્રુપ), શ્રી જયેશભાઇ કોટક (ડાયરેક્ટર ઇસ્કોન ગ્રુપ), શ્રી જીતુભાઇ પૂજારા (ગવર્નર લોહાણા મિલન), શ્રી ભરતભાઇ ઉનડકટ (મહામંત્રી લોહાણા મિલન), શ્રી અતુલભાઇ લાખાણી, ભરતભાઇ માવાણી (પ્રમુખ પૂર્વ લોહાણા સમાજ) શ્રી હસુભાઇ મીરાણી ( અધ્યક્ષ લોહાણા પરિવાર), શ્રી હર્ષદરાય ઠક્કર (મહામંત્રી શ્રી ઉ.ગુ. દેશી લોહાણા પરિવાર તથા શ્રી લોહાણા મિલન), જયંતિભાઇ રાજા (પ્રમુખ લોહાણા મહાજન), શ્રી રાજેન્દ્રભાઇ મજીઠીયા (બાબુલગ્રુપ), શ્રીમતી કામીનીબહેન ઠક્કર (મંત્રી લોહાણા પરિવાર) શ્રી ચંદ્રકાંતભાઇ મજીઠીયા, નિતીનભાઇ ઠકકર (નવભારત ટ્રાવેલ્સ), શ્રી ગોરધનભાઇ ઠકકર ( પ્રમુખ રઘુવીર  ટ્રસ્ટ – પાટડી) શ્રી અંજનભાઇ કોટક, શ્રી પ્રવિણચંદ્ર જી. અખાણી, શ્રી નવનીતભાઇ ઠક્કર (જ્ઞાતિરત્ન), શ્રી ભરતભાઇ ખંડેધીયા, શ્રીમતી ભૈરવીબેન લાખાણી, (ચેરપર્સન – શશીકુંજ અકાદમી), શ્રીમતી ધારાબહેન ઠક્કર ( તંત્રી લોહાણા વનિતા), ઉપસ્થિત હતા. કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે માનનીય શ્રી યોગેશભાઇ લાખાણી તથા શ્રી પરેશભાઇ ભૂપતાણીને શુમેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી સમાજ પ્રત્યે પોતાનો આદરભાવ તાલીઓના ગડગડાટથી વાતાવરણને વરસાદના તાલે આનંદમય તમામ મહાનુભાવોએ આવકાર્યો હતો.

 

     સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોહાણા જ્ઞાતિના પનોતા પુત્ર એવા કલાકાર કે જેમણે ટી.વી./ફિલ્મો/નાટકો દ્વારા પોતાની આગવી ઓળખ આપી છે તેવા માનનીય શ્રી જીતેન્દ્રભાઇ ઠક્કર (સચિવ ગુજરાત – રાજ્ય યુવા અને રમતગમત ખાતુ) દ્વારા સુંદર રીતે કરેલ.

 

     કાર્યક્રમના અંતમાં શ્રી લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ પરેશભાઇ ભૂપતાણીએ તમામનો અંતઃકરણપૂર્વક આભાર માની આ આપણા સૌને ઓફીસ છે. સમાજના વિકાસ, પ્રગતિ અને ઉત્થાન માટે તમામ વાડાવાડીના ભેદભાવ વગર અહીંયા કાર્યાલયમાં આવજો. એવા ભાવભીના નિમંત્રણ દ્વારા ઉપસ્થિત સૌના દિલને જીતી લીધા…અને ઓફીસની નજીકમાં જ હોટેલ ચોઇસમાં સૌએ સાથે ભેગા મળીને જમતાં જમતાં સમાજની આવી સુંદર પ્રવૃતિઓને બિરદાવી.

 

     આમ સમગ્ર ઉદ્દઘાટન સમારોહ એક પારિવારિક વાતાવરણમાં સ્નેહભરી હૂંફ સાથે પૂર્ણ થયો… “જય મહાપરિષદ”