|
Karyakarta Milan & Abhivadan Samaroh |
|
|
| Date: | 10th August 2010 | |
શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત કૃતજ્ઞતા અભિવાદન સમારોહ તા.૨૦-૭-૨૦૧૦ રોજ યોજાઇ ગયો તેમો વિસ્તૃત અહેવાલ…..
તા. ૨૦-૭-૨૦૧૦ રોજ સલૂણી સંધ્યાના સપ્તરંગી રંગો સમાન શ્રી લોહાણા પરિષદની મધ્યસ્થમહાસમિતિની અમદાવાદ ખાતે યોજાયેલ બેઠકના કાર્યક્રમમાં સહાયભૂત થનાર સ્વયંસેવક /તથા જુદી જુદી સમિતિઓના સભ્યશ્રીઓને કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરવાના ભાગ્ય સ્વરૂપ શ્રી લોહાણા પરિષદના પ્રમુખ શ્રી યોગેશભાઇ લાખાણી તથા વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી પરેશભાઇ ભૂપતાણીના નેતૃત્વ હેઠળ ઋણ સ્વીકાર સમારોહનું આયોજન હોટેલ Exite Bite, S.G. હાઇવે, અમદાવાદ ખાતે ગુજરાતના નામી લોહાણા જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતિઓમાં કરાયું હતું.
યોગાનુયોગ આ દિવસે શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી માનનીય શ્રી યોગેશભાઇ લાખાણી તથા તેમના સહચારિણી/ધર્મપત્નિ શ્રીમતી ભૈરવીબહેન લાખાણી (ચેરપર્સન શશીકુંજ અકાદમી)ની મેરેજ એનેવર્સરીનો શુભદિવસ હતો…. સાથે સાથે આ શુભ દિવસે સમાજના જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ/મહાજન પ્રતિનિધિઓ/ હોદ્દેદારો આ પ્રસંગે પોતાના લાગણી અને શુભેચ્છાના પ્રતિક સ્વરૂપે શ્રી યોગેશભાઇ લાખાણી તથા શ્રી ભૈરવીબહેન લાખાણીનું ફુલહાર/બુકે દ્વારા સન્માન માટે થનગની રહ્યા હતા ત્યારે સદાય પ્રકૃતિ અને પર્યાવરણના હામી અને હિમાયતી એવા માન. શ્રી યોગેશભાઇએ ભવિષ્યમાં કોઇ પણ સન્માન સમારોહમાં ફુલહાર/બુકે,ભેટ, શાલ કે મેમેન્ટોનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કરશે તેવી ઉદ્દઘોષણા કરી. આમ તેમની પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની લાગણીઓ તથા તેમની સાદગી અને નમ્રતા દ્વારા ઉપસ્થિત તમામના દિલ જીતી લીધા……..
કાર્યક્રમની શરૂઆતમાં માન. શ્રી યોગેશભાઇ લાખાણી એ તા. ૪-૭-૨૦૧૦ના રોજ યોજાયેલ સમગ્ર વિશ્વની લોહાણાઓ (રઘુવંશી)ની સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની મઘ્યસ્થ મહાસમિતિની યોજાયેલ મીટીંગના આયોજનમા મદદરૂપ તમામ સંસ્થાઓ તથા કાર્યકરો/ જુદી જુદી સમિતિઓના સભ્યશ્રીઓનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
સંસ્થાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ માન. શ્રી પરેશભાઇ ભૂપતાણીએ પણ પ્રસંગને ચાર ચાંદ લગાવી ઉત્તમ વ્યવસ્થા તથા સમગ્ર વિશ્વમાંથી પધારેલ મહાનુભાવોના ઉદ્દગારોને પોતાની લાગણીઓ અને અમદાવાદ પ્રત્યેનો અહોભાવ લાક્ષણીક શૈલીમાં રજૂ કરી સૌને સંમોહિત કર્યા હતા.
આ કૃતજ્ઞતા/ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં શ્રી નાનુભાઇ મજીઠીયા, શ્રી ભગવાનજીભાઇ ચંદારાણા (પ્રમુખશ્રી અમદાવાદ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ), શ્રી જયંતિભાઇ રાજા(પ્રમુખ શ્રી અમદાવાદ લોહાણા મહાજન), શ્રી ઉમંગભાઇ ઠક્ક્રર(બિલ્ડર્સ – ધર્મદેવ બિલ્ડર્સ ગ્રુપ અને નિલકંઠ ગ્રુપ ઓફ હોટેલ્સ), શ્રી હિંમતભાઇ કોટક(બિલ્ડર ઇસ્કોન ગ્રુપ) દ્વારા સહયોગી સ્વંયસેવકો/કાર્યકરો/જુદી જુદી સમિતિના સભ્યશ્રીઓને શાલ અર્પણ કરી સન્માનવામાં આવ્યા… આ સુંદર કાર્યક્રમનું સંચાલન આપણી જ જ્ઞાતિના નવોદિત કવિ, યંગમેન અને એમ.બી.એ.ના વિદ્યાર્થી શ્રી વસિષ્ઠ ઠક્કરે પોતાની આગવી શૈલીમાં લોકોને અભિભૂત કરી, હસાવીને તાળીઓના ગડગડાટથી માહોલમાં પોતાની શબ્દધારાથી ભીંજવ્યા હતા…
કાર્યક્રમના અંતમાં સ્વરૂચિ ભોજનનો આસ્વાદ તમામ પધારેલા માનવંતા મહેમાનો એ સાથે મળીને માણ્યો તથા અંતમાં તમામનાં આભાર માની… હસતાં હસતાં ફરીથી મળવાની ખાત્રી સાથે સૌ આ યાદોના ગુલદસ્તાને લઇને ફરીથી મળીશું તેમ કહી સૌએ સૌને શુભરાત્રિ કહી વિદાય લીધી…. |
|